આપણે દેશના અલગ અલગ પ્રાંતમાંથી આવીએ છીએ, વિવિધતામાં એકતા છે
આ પ્રસ્તાવ સમભાવ અને સમરસતાનો છે. આપણે દેશના અલગ અલગ પ્રાંતમાંથી આવીએ છીએ.વિવિધતામાં એકતા છે. આપણે બધા ગુજરાતી, બધા મુસ્લિમ અને બધા ભારતીય છીએ. આપણે એક છીએ. સચિનજીએ યાદ કરાવ્યું કે, ઘણાં લોકો નોર્થ-ઇસ્ટના ભાગલા પાડે છે. હું દક્ષિણ ભારતીય છું. નફરત છોડો, ભારત જોડો. ભારતીયો આપણા છે.
4 મિનિટ પેહલા
આપણો રાષ્ટ્રવાદ સમાવેશી છે
2024માં બે ગુડ ન્યૂઝ આવ્યા એક બેડ અને એક ગુડ ન્યૂઝ. લોકસભામાં બમણી સીટ્સ આવી પણ રાજ્યની ચૂંટણીઓ હારી ગયા. આપણે રાજ્યો જાળવી રાખવા જરૂરી છે. પરંતુ હારી જઈએ છીએ. અમારો પ્રસ્તાવ રાષ્ટ્રવાદથી શરૂ થયો છે. અમારો રાષ્ટ્રવાદ સમાવેશી છે. સામાજિક ન્યાયનો છે. વંચિતો, ઓબીસી, એસટીને હક આપવાનો છે. તમે કોઈપણ ધર્મમાં માનતા હોય કે કોઈ જ્ઞાતિના હોય પરંતુ તમે ભારતીય છો. જેના બંધારણે તમને હકો આપ્યા છે.
11 મિનિટ પેહલા
પ્રસ્તાવ પર નેતાઓ પોતાના વિચારો વ્યક્ત કરશે
સચિન પાઇલટે રાષ્ટ્રવાદ, પ્રજાતંત્ર અને લોકતંત્ર બચાવવા, સામાજિક ન્યાય, દેશમાં સર્વધર્મ સદભાવ, મહિલાઓના અધિકાર, ખેડૂતો, અર્થવ્યવસ્થા, બેરોજગારી, આર્થિક અન્યાય, વિદેશ નીતિ, સશક્ત સંગઠન પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ છે. હવે જે પણ નેતાને પોતાની વાત મૂકવી હોય એ ચિઠ્ઠીમાં પોતાનું નામ લખીને સેવાદળના લોકોને જમા કરાવે જે સ્ટેજ સુધી આ ચિઠ્ઠી પહોંચાડશે.
13 મિનિટ પેહલા
ભાઈ-ભાઈને લડાવી રહ્યા છે તેની સામે આપણે ઉભા રહેવાનું છે
દેશમાં મહિલાઓ, એસસી, એસટી, ઓબીસી પર અત્યાચાર થઈ રહ્યો છે. ભાઈ-ભાઈને લડાવી રહ્યા છે તેની સામે આપણે ઉભા રહેવાનું છે. સરદાર પટેલે 1948માં જયપુર અધિવેશનમાં કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારો એ બાબતે પ્રતિબદ્ધ છે કે, ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય હોય. અમારો એક જ નારો છે, નફરત છોડો અને ભારત જોડો. એની બેસન્ટથી લઈ સરોજીની નાયડુથી લઈ ઇન્દિરા અને સોનિયાજીએ મહિલા ઉત્કર્ષ માટે કામ કર્યું છે. રાહુલ ગાંધીએ ભટ્ટપરસોલમાં આંદોલન કર્યું ત્યારે લેન્ડ એક્વિઝિશન બિલ બન્યું હતું. ગરીબોનો અવાજ ઉઠાવવાનું કામ રાહુલ ગાંધી કરે છે. અર્થવ્યવસ્થાની વાત કરીએ તો મનમોહનસિંહની સરકારમાં 27 ટકા લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. 8 ટકા વિકાસ દર હતો. 1 ટકા લોકો પાસે 40 ટકા સંપત્તિ છે.

